Sabarkantha News :કળયુગી પત્નીએ પ્રેમી સાથે મળી પોતાની સાથે સાત ફેરા લેનાર પતીની જ હત્યા કરી નાંખી
Sabarkantha News :રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો કાયદાને હાથમાં લેતા જરા પણ ડરતા નથી. કળયુગે કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં પતિ પત્નીના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કળયુગી પત્નીએ પ્રેમી સાથે મળી પોતાની સાથે સાત ફેરા લેનાર પતીની જ હત્યા કરી નાંખી. પત્નીએ સંબંધોનું ગળુ દબાવ્યું હોય તેવી આ ઘટના કહી શકાય. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે પતિને પરમેશ્વર કહેવાય છે.
ત્યારે અહીં તો પોતાના શરીર સુખ માટે પત્નીએ પતિ પરમેશ્વરના જ રામ રમાડી દીધા હતા. ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી છે. પત્ની પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પત્નીએ મોતને અકસ્માતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાંતિજના લીંમલા ડેમ પાસે અકસ્માતની ઘટના બની હતી. આ આયોજન મુબજની અકસ્માતની ઘટનાનો ભેદ પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. તલોદના વલિયમપુરા ગામનો યુવક પત્ની સાથે દવા લેવા જતો હતો ત્યારે જ અકસ્માત કરી આયોજનપૂર્વક પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ ષડયંત્રની પત્નીએ પોતે કબૂલાત કરી લીધી છે. વલિયમપુરાના રહીશ કરણસિંહ પરમારનું અકસ્માતમાં મોતની વાત પોલીસને ગળે ના ઉતરતા ઊંડી તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં બાઇકનો પંખો વળી ગયો હતો અને પાછળ બેસેલી મૃતકની પત્નીને કોઈ ઇજાઓ ના થતા પોલીસને પત્ની પર જ શંકા ગઈ હતી. પોલીસે લાલ આંખ કરી મૃતકની પત્નીની કડક પૂછપરછ કરતા પ્રેમી સાથે મળી પોતાના પતિને મોતને ઘાટ ઉતારેલ હોવાનું કબુલ્યું હતું. પતિ પત્નીના સંબંધને લજવતી આ ઘટનામાં પ્રાંતિજ પોલીસે બંને પ્રેમી પંખીડાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.