Russia Ukraine War :રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુજરાતનાં 23 વર્ષના યુવકનું નિધન, Breaking News 1

Spread the love

Russia Ukraine War :યુક્રેન દ્વારા રશિયાની આર્મી પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈક તથા ડ્રોન અટેકમાં ગુજરાતનાં 23 વર્ષીય યુવાન હેમિલ માંગુકિયાનું નિધન થયું છે

Russia Ukraine War :યુક્રેન દ્વારા રશિયાની આર્મી પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈક તથા ડ્રોન અટેકમાં ગુજરાતનાં 23 વર્ષીય યુવાન હેમિલ માંગુકિયાનું નિધન થયું છે. Donetsk નામના વિસ્તારમાં યુક્રેન દ્વારા મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાથી બચીને ભાગેલા યુવાને કહ્યું કે અમને ફાયરિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ મિસાઇલથી હુમલો થયો અને હેમિલનો જીવ જતો રહ્યો.

Russia Ukraine War :હેમિલનાં પિતાએ ભારતીય દૂતાવાસને પત્ર લખી પુત્રને પરત લાવવા આજીજી કરી

અહેવાલ અનુસાર સુરતનો હેમિલ વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં જ રશિયાની સેનામાં જોડાઈ ગયો હતો. આ મહિનાની શરૂઆતમાં જ હેમિલના પિતાએ ભારતીય દૂતાવાસને પત્ર લખીને પુત્રને પરત લાવવા માટે આજીજી કરી હતી. જોકે હેમિલના નિધનના સમાચાર અહેવાલોમાં પ્રકાશિત થઈ ગયા છે. છતાં રશિયા દ્વારા ભારતીય દૂતાવાસને આ મુદ્દે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

મૃત્યુના એક દિવસ પહેલા પિતા સાથે વાત કરી હતી

હેમિલના પિતાએ જણાવ્યું કે તેણે 20 ફેબ્રુઆરીએ હેમિલ સાથે વાત કરી હતી. તેના એક દિવસ પછી જ તેનું અવસાન થયું. કર્ણાટકના સમીર અહેમદે આ ઘટના વિશે જણાવ્યું કે તેમનાથી 150 મીટરના અંતરે હેમિલ ફાયરિંગ અને મિસાઈલ ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે અચાનક વિસ્ફોટ થયો ત્યારે અમે ખાઈમાં છુપાઈ ગયા.

થોડા સમય પછી અમે બહાર આવ્યા તો જોયું કે હેમિલ મરી ગયો હતો. તેના પર મિસાઈલ હુમલો થયો હતો. આ પછી અમે તેનો મૃતદેહ ટ્રકમાં રાખ્યો હતો. તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીએ જે ટુકડી પર હુમલો થયો હતો તેના ચાર ભારતીયો ભાગ હતા. આ હુમલામાં નેપાળના એક નાગરિકનું પણ મોત થયું હતું.

100 થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા

તાજેતરના દિવસોમાં આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે નેપાળ અને ભારતના કેટલાક લોકો રશિયન સેનામાં જોડાયા છે. એક રિપોર્ટ અનુસાર 100થી વધુ ભારતીય યુવાનો રશિયન આર્મીમાં જોડાયા છે. તેમાંથી મોટા ભાગનાને સુરક્ષા સહાયક તરીકે રાખવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રશિયન સેનાને મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને ઝડપથી બહાર કાઢવા માટે વાતચીત ચાલી રહી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *