Rohan Gupta Resigns :લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે
Rohan Gupta Resigns :લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે. અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ (Rohan Gupta) પહેલા ચૂંટણી લડવાની ના પાડી દીધી. હવે તેમણે 15 વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા X પર તેમણે કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગેને સંબોધીને રાજીનામાનો પત્ર મૂક્યો છે. આ સાથે જ તેમણે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

જે બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ રોહન ગુપ્તા પણ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ જશે?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવેલા રાજીનામાના પત્રમાં રોહન ગુપ્તાએ લખ્યું છે કે, હું છેલ્લા ત્રણ દિવસથી મારા પિતાની ખરાબ તબિયતની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીને 40 વર્ષ આપનાર મારા પિતા સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. તેમણે તેનું વર્ણન કર્યું છે. તેમના આંસુ રોકાતા નથી. રોહન ગુપ્તાએ લખ્યું છે કે, હું કોંગ્રેસમાં રહીને મારા પિતાની જેમ પોતાના નેતાઓના વિશ્વાસઘાતની કિંમત ચૂકવવા માંગતો નથી.