Road Accident :ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા
Road Accident :ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના ચોટીલા-રાજકોટ હાઈવે પર બની છે જેમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
રાજકોટ-ચોટીલા હાઈવે ફરી એક વખત લોકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટ-ચોટીલા હાઈવે પર સવારનાં સુમારે ચોટીલા તરફથી આવી રહેલ એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર માટે લાવવામાં આવતો હતો. જે દરમ્યાન અચાનક જ આગળ જઈ રહેલ ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જવા પામી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દર્દી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે દર્દીનો બચાવ થવા પામ્યો હતો. અકસ્માતમાં બે મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.