Road Accident News :આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને વઠવાણ તેમજ પાટણના રાધનપુરમાં અને જૂનાગઢમાં રોડ અકસ્માતની ગમગીન ઘટનાઓ બની છે
Road Accident News :રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. જેમાં બેફામ વાહન ડ્રાઈવ કે ઓવર સ્પિડ અને વાહનના મેન્ટેન્શના અભાવે રોડ અકસ્માતની ઘટનાથી અનેક નિર્દોષોના જીવ જઈ રહ્યાં છે. રોડ અકસ્માતની ઘટના અટકાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યાં છે છતાં પણ અનેક ઘટના ઘટી રહી છે. આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને વઠવાણ તેમજ પાટણના રાધનપુરમાં અને જૂનાગઢમાં રોડ અકસ્માતની ગમગીન ઘટનાઓ સામે આવી છે.
Road Accident News :ધ્રાંગધ્રામાં અકસ્માતમાં 4ના મોત
સુરેન્દ્રનગરના ધાંગધ્રા પાસે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં મોત નીપજ્યા છે. અમદાવાદ-કચ્છ હાઇવે પર હરીપર ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતને નજરે જોનાર લોકોએ જણાવ્યું કે ચાલુ વાને ટાયર ફાટતાં વાને પલટી મારી હતી. સમગ્ર ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા જ્યારે 1 ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ ઇન્દુમતીબેન જાદવ, યજ્ઞેશ જાદવ, રાધાબેન જાદવ અને ધનેશભાઇ ચાવડા તરીકે થઇ છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
વઢવાણમાં અકસ્માતમાં બે યુવકોનો કરૂણ મોત
સુરેન્દ્રનગરના વઢવાણમાં અકસ્માતમાં બે યુવકોનો કરૂણ મોત થયા છે. વઢવાણના કોઠારીયા ગામે બે યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધુ હતું જેમાં ડમ્પર નીચે આવી જતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા. તલસાણા ગામના યુવકો ડાયરામાં જઈ રહ્યાં હતા ત્યારે આ કરૂણ ઘટના બની. બંને યુવકોના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. .
પાટણમાં રોડ અકસ્માત
પાટણના રાધનપુર નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત થયું છે. નેશનલ હાઇવે નંબર 27 પર આ કરૂણ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મહેરામણ કોળી નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું છે.
જૂનાગઢમાં રોડ અકસ્માત
જૂનાગઢમાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મધુરમ રોડ પર 2 બાઈકનો અકસ્માત થયો હતો. બાઈક અકસ્માતના CCTV વીડિયો સામે આવ્યા છે. મૃતકની પત્નીએ અન્ય બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.