Rajsthan News :રાજસ્થાનના જૈસલમેરમાં ભારતીય સેનાના યુદ્ધાભાસની વચ્ચે એક મોટી દુર્ઘટના બની હતી
Rajsthan News :રાજસ્થાનના જૈસલમેરમાં ભારતીય સેનાના યુદ્ધાભાસની વચ્ચે એક મોટી દુર્ઘટના બની હતી. જવાહરનગરમાં સ્ટુડન્ટ હોસ્ટેલ બાજુમાં ઈન્ડીયન એરફોર્સનું તેજસ ફાઈટર પ્લેન તૂટી પડ્યું હતું વિમાન તો સળગીને ખાખ થઈ ગયું પરંતુ બન્ને પાયલોટનો બચાવ થયો હતો. પહેલા પાયલોટ સમયસર પેરાશૂટ પહેરીને કૂદી પડ્યાં હતા જ્યારે સમયસર પેરાશૂટ ન ખુલવાને કારણે બીજા પાયલોટ ઘાયલ થયાં હતા.
જેસલમેર શહેરની મધ્યમાં જવાહર કોલોની નજીક વસ્તીમાં આગના ગોળા તરીકે વિમાન પડ્યું હતું. ફાઇટર પ્લેન એક બેડરુમ સાથે ટકરાયું હતું અને ખાખ બની ગયું હતું. સદનસીબે દુર્ઘટનમાં કોઈ જાનહાની થઈ નહોતી. વિમાન પડ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્લેન પડતાની સાથે જ ઘટના સ્થળે ભીડ જમા થઈ ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ઈન્ડીયન એરફોર્સના અતિ મજબૂત ગણાતાં લડાકૂ વિમાન તેજસના ક્રેશની આ પહેલી ઘટના છે.