Rajkot News :રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં પાંચ દિવસ અગાઉ 4 વર્ષની પરપ્રાંતિય બાળકી સાથે દુષ્કર્મ આચરી હાઇવે પર ફેંકી દીધી હતી
Rajkot News :રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં પાંચ દિવસ અગાઉ 4 વર્ષની પરપ્રાંતિય બાળકી સાથે દુષ્કર્મ આચરી હાઇવે પર ફેંકી દીધી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચરીને ભાગી ગયેલા મૂળ બિહારના ધર્મેન્દ્ર સુધ્ધારામ નામના શખ્સને રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ અને બિહારની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે.
16મી માર્ચે કૃત્યને અંજામ આપી આરોપી શાપર ચોકડીથી રિક્ષામાં બેસીને રાજકોટના બસ સ્ટેશન અને ત્યારબાદ રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાંથી દિલ્હીની ટ્રેન મારફતે વતનમાં ભાગી ગયો હતો. રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ આરોપીને ઝડપવા 150 જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા. CCTV ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ બાળકી સાથે દેખાયો હતો.
લોકલ બાતમીના આધારે શખ્સની ઓળખ કરી વતન સહિતની વિગતો પોલીસે એકત્રિત કરી હતી. આરોપી 7 મહિનાથી શાપર વેરાવળમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની બાળકી 16 માર્ચે ઘર પાસે રમી રહી હતી ત્યારે આરોપીએ નાસ્તો અપાવી દેવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચરી હાઇવે ઉપર ફેંકીને ભાગી ગયો હતો.