Rajkot News :રાજકોટમાં પ્રેમિકાની હત્યામાં ફરાર પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે, આરોપી સંજય ગોસાઈને પોલીસે ઝડપી લીધો છે
Rajkot News :રાજકોટમાં પ્રેમિકાની હત્યામાં ફરાર પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી સંજય ગોસાઈને પોલીસે ઝડપી લીધો છે. પ્રેમિકા ઇલા સોલંકીની હત્યા બાદ આરોપી તેના દીકરાને ટ્યૂશનમાંથી લેવા ગયો હતો, અને બાદમાં તેને નાનાના ઘરે મુકવા ગયો હતો. પોલીસ પૂછપરછમાં આખી ઘટના સામે આવી છે. આરોપી પોલીસ અધિકારીનો દીકરો હોવાનું સામે આવ્યું છે. વાસણ ધોવા જેવી નજીવી બાબતે તેણે પ્રેમિકાની હત્યા કરી નાંખી હતી.
સંજય ગોસાઈ સાથે ઇલાબેન પ્રેમ સંબંધમાં હતા અને બન્ને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. બે મહિના પહેલાં જ બન્ને આવાસ યોજના ક્વાર્ટરમાં ભાડે રહેવા માટે આવ્યા હતા. ઇલાબેનને પ્રથમ લગ્ન બાદ એક સંતાન છે પરંતુ તે તેના માવતરે થોરાળા વિસ્તારમાં રહે છે.
સંજય એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે સંજય ઘરે આવ્યો ત્યારે બન્ને વચ્ચે વાસણ ધોવા જેવી બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં સંજયે પ્રેમિકા ઇલાને રૂમમાં લઈ જઈ મોં પર ઓશિકા વડે ડૂમો આપી મોત નિપજાવ્યુ હતું.