Rajkot News :રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ યુવકને માર મારવાની ઘટના સામે આવી છે
Rajkot News :રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. લોકો કાયદાને હાથમાં લેતા જરા પણ ડરતા નથી. પોલીસનો જાણે ડર જ ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં મારામારીની, જૂથ અથડામણની હત્યા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. કેમ લોકો કાયદો હાથમાં લેતા ડરતા નથી? ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ યુવકને માર મારવાની ઘટના સામે આવી છે.
જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતા યુવકને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. પોતાના મિત્રોએ જ ભરોસાનું ગળું દબાવ્યું. યુવકના 2 મિત્રોએ જ યુવકને બાઇકમાં ઘર પાસેથી બેસાડીને લઈ ગયા બાદ તેને મૂંઢ માર માર્યો હોવાનો યુવકે આરોપ લગાવ્યો હતો. યુવકને માથામાં માર માર્યા બાદ યુવક બે ભાન થઈ ગયો પરંતુ નિષ્ઠુર મિત્રોએ ત્યાર બાદ પણ બેભાન અવસ્થામાં પણ યુવકને માર માર્યો હતો.
5 થી 6 શખ્સોએ મળીને યુવકને ઢોર માર મારતા શરીરના ભાગે અનેક જગ્યાએ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. યુવક ઢોર માર મારવાથી તેને પીઠના ભાગે લાલ ચકામાં પડી ગયા હતા. ઓનેન નામના યુવકને માર મારતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પીડિત યુવકે સ્વાર્થી અને કળયુગી મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેતપુર સિટી પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.