Rajkot Crime News :20 વર્ષિય યુવતીને ઘરમાં નડતર છે તેમ કહીને માતાજીને મનાવવા હોય તો તારે મારી સાથે સૂવું પડશે તે પ્રકારનું જણાવી બળજબરીપૂર્વક ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચાર્યું
Rajkot Crime News :રાજકોટના જસદણમાં ભુવા દ્વારા યુવથી સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. જસદણ પોલીસ દ્વારા રાવળદેવ રોહિત મોરીની ધરપકડ મહેસાણા ખાતેથી કરવામાં આવી છે. આરોપી દ્વારા 20 વર્ષિય યુવતીને ઘરમાં નડતર છે તેમ કહીને માતાજીને મનાવવા હોય તો તારે મારી સાથે સૂવું પડશે તે પ્રકારનું જણાવી બળજબરીપૂર્વક ત્રણ ત્રણ વખત દુષ્કર્મ આચાર્યું હતું. તેમજ દુષ્કર્મ આચર્યા બાદ ગત 29 ફેબ્રુઆરીના રોજ આરોપી રોહીત મોરી દ્વારા યુવતીની મોટી બહેનને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને લઈ જવામાં આવી હતી.
ત્યારે સમગ્ર મામલે 20 વર્ષીય યુવતીએ પોતાની સાથે રોહિત મોરી દ્વારા ક્યા પ્રકારનું બદકામ કરવામાં આવ્યું છે તે પ્રકારની હકીકત પોતાના પરિવારજનો સહિત પોલીસને જણાવી હતી. ત્યારે સમગ્ર મામલે આરોપી રોહિત મોરી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેણીને ના ગમતું હોવા છતાં રોહિત મોરી દ્વારા મોબાઈલ ફોનમાં ધરારથી વાત કરવી પડતી હતી.
Rajkot Crime News :20 વર્ષીય યુવતી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે રોહિત મોરી નામના રાવળ દેવ – ભુવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રોહિત મોરી દ્વારા યુવતીને કહેવામાં આવ્યું હતું કે, તમારા ઘરને માતાજી નડે છે. જેથી તમારે માતાજીને મનાવવા હોય તો તારે મારી સાથે સૂવું પડશે. જેથી યુવતીએ ના પાડતા રોહિત મોરી ઉશ્કરાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ધમકી આપતા કહ્યું હતું કે જો તું આ વાત કોઈને કરીશ તો તારા ભાઈને છરો મારી જાનથી મારી નાખીશ તે પ્રકારની ધમકી આપી હતી.
આરોપી દ્વારા યુવતી સાથે 15 ઓગસ્ટ 2023 થી ઓક્ટોબર 2023 સુધી ત્રણ વખત અલગ અલગ જગ્યાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. તેમજ યુવતીની મોટી બહેન રોહિત મોરી સાથે 29 ફેબ્રુઆરીના રોજ જતી રહી હોવાની ગુમશુધાની નોંધ જસદણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારે હાલ જસદણ પોલીસ દ્વારા આરોપી રોહિત મોરી તેમજ યુવતીની મોટી બહેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર યુવતી ત્રણ બહેનોમાં સૌથી નાની અને તેનાથી નાનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે.
Rajkot Crime News :તેમજ મોટી બહેનના લગ્ન થઈ ચૂક્યા છે જ્યારે કે બીજા નંબરની બહેન આરોપી રોહિત મોરી સાથે ઘર છોડીને જતી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, 20 માર્ચ 2023 ના રોજ પોતાની મોટી બહેનનો જન્મદિવસ હતો તે સમયે બર્થ ડે કેક આપવામાં આવી હતી. ત્યારે પોતાના કુટુંબના રાવળદેવ રોહિત મોરી પણ ત્યાં આવેલા હતા. તે સમયે મોટી બહેન રડતી હતી જેથી તેને મામાના ઘરે સમજાવીને લઈ ગયા હતા. જે દરમિયાન રાવળદેવ રોહિત મોરીનો ફોન દ્વારા સંપર્ક થયો હતો. જ્યોતિને ગમતું ના હોવા છતાં રોહિત મોરી તેની સાથે મોબાઈલમાં ધરારથી વાત કરતો હતો. તો સાથે જ કહેતો હતો કે તમને માતાજી નડે છે તે પ્રકારની વાત કરી હતી.
દરમિયાન 15 ઓગસ્ટ 2023 ના રોજ રોહીત મોરીનો જન્મદિવસ હતો. જેથી તેણે પોતાના મિત્ર વિરાજ ગોંડલીયાના ઘરે યુવતીને બોલાવી હતી. યુવતી વિરાજ ગોંડલીયાના ઘરે જતા રોહિતે કહ્યું હતું કે, તને માતાજી નડે છે વિધિ કરવી પડશે. વિરાજ પોતાના ઘરેથી નીકળી ગયા બાદ રોહિતે કહ્યું હતું કે, તમારા ઘરને માતાજી નડે છે અને માતાજીને મનાવવા હોય તો તારે મારી સાથે સૂવું પડશે. જેથી યુવતીએ ના પાડતા રોહિત મોરી ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.
Rajkot Crime News :ત્યારબાદ યુવતીને તેના નાનકડા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતી ડરી ગઈ હતી. તે બનાવના 15 દિવસ બાદ પાછી રોહિત યુવતીને રાત્રિના નવ વાગ્યે બોલાવીને કહ્યું હતું કે મારી સાથે સંબંધ રાખ નહિતર માતાજી કોપાયમાન થઈ જશે. તે સમયે પણ યુવતીએ રોહિત મોરીને ના પાડતા તેણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ બાદમાં અન્યત્ર જગ્યાએ બોલાવીને પણ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ડિસેમ્બર મહિનામાં રોહિતે ફોન કરીને કહ્યું હતું કે તેની સગાઈ થઈ ચૂકી છે. ત્યારબાદ યુવતીની રોહિત સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ નથી.
દરમિયાન 29 ફેબ્રુઆરી 2024ના રોજ યુવતીની મોટી બહેન રોહિત સાથે ઘર છોડીને જતી રહી હતી. ત્યારે રોહિતના મામા સુખદેવભાઈએ યુવતીને તેમજ તેના પરિવારજનોને જણાવ્યું હતું કે રોહિત અને તેમની દીકરી વિસનગર બાજુ છે. ત્યારે સમગ્ર મામલે યુવતી સહિત તેના પરિવારજનો વિસનગર ખાતે ગયા હતા પરંતુ રોહિત કે તેણીની બહેન ત્યાં મળી નહોતા આવ્યા. જેથી સમગ્ર મામલે યુવતી અને તેનો પરિવાર વિસનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં યુવતીએ પોતાની સાથે રોહિત મોરીએ કયા પ્રકારનું બદકામ કર્યું છે તે બાબતની જાણ કરી હતી.