Rajkot News :રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય SOGએ ચોક્કસ બાતમીને આધારે આવી નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે
Rajkot News :ગુજરાતમાં ફરી એકવાર નશાકારક સિરપ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આ અગાઉ આવી નશાકારક સિરપને કારણે યુવાનોના મોત થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે હવે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય SOGએ ચોક્કસ બાતમીને આધારે આવી નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ SOGએ નશાકારક સિરપની 840 જેટલી બોટલો જપ્ત કરી અને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ જીલ્લાના વિછીયા માંથી રાજકોટ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. અગાઉ આવી નશાકારક સિરપને કારણે લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે બાતમી આધારે નશાકારક સીરપની 840 બોટલો જપ્ત કરી છે. વિગતો મુજબ બોટાદના પ્રકાશ સાકરિયા નામના ઈસમની સ્વિફ્ટ કારમાંથી આ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. જેને લઈ વિંછીયા પોલીસે કુલ 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.