World Radio Day 2024 :દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. જાણો 13 ફેબ્રુઆરીની તારીખને પસંદ કરવાનું કારણ, થીમ અને રેડિયો સાથે જોડાયેલી જાણકારી.
World Radio Day 2024 :પહેલા એક સમય હતો જ્યારે રેડિયો સાંભળવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું. લાયસન્સ ન લેવામાં આવે તો આ અપરાધ માનવામાં આવતો હતો. જો રેડિયો સાંભળવો હોય તો તેના માટે ચાર્જ આપવો પડતો હતો. રેડિયો ખરીદવાનું પોસ્ટ વિભાગ લાયસન્સ આપતું હતું. જોકે ટીવીના આવ્યા બાદ અને લોકપ્રિયતા વધવાની સાથે જ રેડિયોને લાયસન્સ ફ્રી કરી દેવામાં આવ્યો.
રેડિયો દિવસનો ઈતિહાસ
દેશ-દુનિયામાં રેડિયોના સદીઓ સુધી ચાલતા આવી રહેલા યોગદાનને જોતા વર્ષ 2010માં સ્પેન રેડિયો એકેડમીએ 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેના બાદ વર્ષ 2011માં યુનેસ્કોના સદસ્ય દેશોએ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને ઓફિશ્યલ રીતે પહેલી વખત 13 ફેબ્રુઆરી 2012એ રેડિયો દિવસ ઉજવ્યો.
13 ફેબ્રુઆરીએ કેમ ઉજવાય છે રેડિયો દિવસ
13 ફેબ્રુઆરી 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. આજ કારણે આંતરરાષ્ટ્રીય રીતે રેડિયો દિવસ ઉજવવા માટે 13 ફેબ્રુઆરીની તારીખને પસંદ કરવામાં આવી. તેને સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠની રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની એક થીમ નિર્ધારિત થાય છે. વર્ષ 2024ની થીમ છે ‘Radio: A century of informing, entertaining and educating’.