Pratij Crime News :પ્રાંતિજ જૂથ અથડામણમાં હત્યાના મુખ્ય આરોપી સહિત વધુ ત્રણની ધરપકડ, Breaking News 1

Spread the love

Pratij Crime News :પ્રાંતિજમાં ગત બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા દરમિયાન એક આધેડનું માથામાં પાઇપના ફટકા મારીને મોત નિપજાવવામાં આવ્યુ હતુ

Pratij Crime News :પ્રાંતિજમાં ગત બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા દરમિયાન એક આધેડનું માથામાં પાઇપના ફટકા મારીને મોત નિપજાવવામાં આવ્યુ હતુ. ઘટનાને લઈ 17 આરોપીઓ અને 30 લોકોના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી.

Pratij Crime

પ્રાંતિજમાં સર્જાયેલી જૂથ અથડામણ અને હત્યાના મામલે પ્રાંતિજ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાના મુખ્ય આરોપી મુનાફ સહિત ત્રણેયને ઝડપી લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લીધા છે. ગત બુધવારે રાત્રે એટલે કે 14 ફેબ્રુઆરીએ પ્રાંતિજ બારકોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં આધેડ રાજેશ રાઠોડનું મોત નિપજ્યુ હતુ. અથડામણ દરમિયાન રાજેશ રાઠોડના માથાના ભાગે પાઇપ ફટકારીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

Pratij Crime News :વધુ ત્રણ આરોપી ઝડપાયા

હિંમતનગર DySP અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે 17 આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરુ કરી હતી. જેમાં પ્રથમ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યાર બાદ શનિવારે વધુ 9 આરોપીઓને પોલીસે ઝડપી લઈને જેલના હવાલે કર્યા હતા. ત્યાર બાદ હવે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાના મુખ્ય આરોપી મુનાફ ભીખુમીયા કુરેશીની પણ પોલીસે ધરપકડ કરી છે. જેણે પાઈપ વડે રાજેશ રાઠોડ પર ફટકા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીઓએ મૃતક રાજેશભાઈને પકડી રાખ્યા હતા. DySP અને તેમની ટીમે હત્યાના આરોપી મુનાફ કુરેશીને ઝડપી લેવા માટે પ્રયાસ શરુ કર્યા હતા. જેમાં તે ઝડપાઈ આવતા પોલીસને મોટી રાહત સર્જાઈ છે. મુનાફ ઉપરાંત મન્નાન ઘોરી અને નિસારમીયાં કુરેશીને પણ ઝડપી લઈને જેલના હવાલે કર્યા છે.

સોમવારે કોર્ટમાં રજૂ કરાશે

ઘટનાના એક બાદ એક 15 આરોપીઓને ઝડપી લીધા બાદ હવે સોમવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુખ્ય આરોપીને કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવશે. અગાઉ ઝડપાયેલા 12 આરોપીઓના સોમવારે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે અન્ય ત્રણ આરોપીઓના પણ પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવી શકે છે. રિમાન્ડ દરમિયાન હત્યા અને ઘટનાના પૂર્વ યોજીત કાવતરા સહિતની વિગતો અંગેના પૂરાવાઓ એકત્ર કરવામાં આવી શકે છે.

અથડામણની ઘટના બાદ પોલીસનો મોટો કાફલો હાલમાં પ્રાંતિજના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલો છે. વિસ્તારમાં અજંપા ભરી શાંતી હોવાને લઈ પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ વડા સહિતના અધિકારીઓનો કાફલો સતત પ્રાંતિજમાં ખડકાયેલો રહ્યો છે.

ઝડપાયેલ ત્રણ આરોપી

  1. મુનાફમીયા ભીખુમીયા કુરેશી
  2. મન્નાન હારુનરસીદ ઘોરી
  3. નિસારમીયા સીરાજમીયા કુરેશી, તમામ રહે પ્રાંતિજ, જિ. સાબરકાંઠા

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *