Prantij Crime News :સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ એક યુવકનું મોત થતાં પોલીસ દોડતી થઈ છે.
Prantij Crime News :સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ એક યુવકનું મોત થતાં પોલીસ દોડતી થઈ છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 30ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
રૂપિયાની લેતીદેતી મામલે મારામારી
પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં બે જૂથો હથિયારો લઈને સામ સામે આવી ગયા હતા. સ્ટ્રીટ લાઈટો બંધ કરી બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.
હુમલામાં એક યુવકનું મોત
સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો હથિયારો લઈને સામ સામે આવી જતાં સ્થાનિક રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે બેથી વધુ યુવકોને ઈજાઓ પહોંચી હતી.