Porbandar News :પીજીવીસીએલ કર્મચારી વીજ ચેકિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન કુવામાં પડી ગયો, જ્યાં સાપ કરડતા મોત થયુ હતુ
Porbandar News :પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ કર્મચારીની મોતની ઘટના સામે આવી છે. ફરજ દરમિયાન પીજીવીસીએલ કર્મચારી વીજ ચેકિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન કુવામાં પડી ગયો, જ્યાં સાપ કરડતા મોત થયુ હતુ. ઘટનાની વિગતો એવી છે કે, પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં એક દુઃખદ ઘટના ઘટી, જેમાં વીજ ચેકીંગ દરમિયાન પીજીવીસીએલના એક કર્મચારીનું મોત નીપજ્યુ હતું.
કુતિયાણા તાલુકાના ચૌટા ગામે વીજ ચેકીંગ દરમિયાન પીજીવીસીએલનો આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનીયર વિજયકુમાર વરુ કુવામાં પડી ગયો હતો, વિજય વરુને કુવામાં સાપ કરડ્યો અને તેની હાલત ગંભીર થઇ ગઇ હતી. સાપ કરડ્યા બાદ વિજય વરુને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામા આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન પીજીવીસીએલ કર્મચારી વિજય વરુનું મોત નીપજ્યુ હતુ.