Pm Modi News :ભારતે રચ્યો ઈતિહાસ, PM મોદીએ ત્રણ મુખ્ય સેમિકન્ડક્ટર યોજનાઓનો કર્યો શિલાન્યાસ | Breaking News 1

Spread the love

Pm Modi News :PM મોદીએ વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટરનો શિલાન્યાસ કર્યો

Pm Modi News :આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હજારો-કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે, ત્યારે તેમણે આજે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની ભેટ આપી છે. તેમણે આજે (13 માર્ચે) વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટરનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ટેકેડ: ચિપ્સ ફૉર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. 

Pm Modi

Pm Modi News :વડાપ્રધાન મોદીએ યુવાઓને સંબોધનમાં કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. આજે આપણે ઈતિહાસ પણ સર્જી રહ્યા છીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત પગલું ભરી રહ્યા છીએ. આજના યુવાઓ જોઈ રહ્યા છે કે, ભારત પ્રગતિ, આત્મનિર્ભર અને ગ્લોબલ સપ્લાઈ ચેનમાં ચારેતરફ કામ કરી રહ્યું છે. આ પ્રયાસોથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે અને આત્મવિશ્વાસ ભરેલો વ્યક્તિ ક્યાંય પણ હશે, તે પોતાના દેશનું ભાગ્ય બદલી નાખે છે.’ 

તેમણે કહ્યું કે, ‘આ અભૂતપૂર્વ પ્રસંગે આપણી સાથે દેશના 60 હજારથી વધુ કૉલેજ, યુનિવર્સિટી અને એજ્યુકેશન ઈન્ટીટ્યૂટ પણ જોડાયા છે, જે એક રેકોર્ડ છે. આજે આપણે સોનેરા ભવિષ્ય તરફ આગળ વધી ઈતિહાસ રચી રહ્યા છીએ. આજે આપણે સેમીકંડક્ટર બનાવવા લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાની ત્રણ યોજનાઓનું ઉદઘાટન કર્યું છે. દેશમાં સેમીકંડક્ટર નિર્માણથી ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકશે.’ તેમણે એમ પણ કહ્યું કે, 2024માં અત્યાર સુધીમાં 12 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો છે.

પીએમ મોદીએ આજે જે ત્રણ સેમિકન્ડક્ટર એકમ શિલાન્યાસ કર્યો તેમાં, ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાને રોજગારી આપશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. 

ઉલ્લેખનીય છે કે, સેમીકન્ડક્ટર ચીપ બનાવવાનો ભારતનો પ્રથમ પ્લાન્ટ ગુજરાતના ધોરેલા ખાતે ટાટા જૂથ દ્વારા સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ રૂ.91 હજાર કરોડના કુલ મૂડીરોકાણથી બની રહ્યો છે. આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ તાઇવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ સાથેની ભાગીદારીમાં બનાવાઈ રહ્યો છે.

આ ઉપરાંત બે સેમિકન્ડક્ટર એટીએમપી (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) એકમો આસામના મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે બની રહ્યા છે. ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રે માટે આ એક મોટી છલાંગ છે, કારણ કે સરકાર દ્વારા વૈશ્વિક કંપનીઓને અહીં ફેક્ટરીઓ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો છતાં દેશ દાયકાઓ સુધી તકથી વંચિત રહ્યો હતો. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *