PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે
- 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે
- વડોદરામાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે
- સંમેલનમાં આવનારા લોકો માટે ટેન્ટ સિટી ઉભુ કરાશે
- વિવિધ જિલ્લાઓના આદિવાસીઓ કાર્યક્રમમાં લેશે ભાગ
PM Modi In Gujarat : તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં PM મોદી ગુજરાત આવ્યા બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચુંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યું છે. જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે હવે સામે આવ્યું છે કે, આગામી 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન PM મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે.
વડોદરામાં આગામી 10 ફેબ્રુઆરીએ આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. PM મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ તરફ સંમેલનમાં આવનારા આદિવાસી માટે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવશે. મહત્વનું છે કે, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ ભાગ લેશે તો છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. નોંધનિય છે કે, વડોદરાના સયાજીપુરા પાંજરાપોળની જગ્યામાં આદિવાસી આ મહાસંમેલન યોજાશે.