મિશન 2024 / PM મોદીનું આજે ગુજરાતમાં આગમન: નેતાઓ સાથે યોજી શકે છે ચૂંટણીલક્ષી બેઠક, લોકસભા ચૂંટણીને લઇ ભાજપ સજ્જ
PM મોદીનું આજે ગુજરાતમાં આગમન : લોકસભા 2024 ને લઈ ભાજપ, કોંગ્રેસ તેમજ આપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજથી ત્રણ દિવસ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસ દરમ્યાન વડાપ્રધાન ભાજપનાં નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી શકે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે.
રાજકીય પાર્ટીઓએ લોકસભા 2024 ને લઈ તૈયારીઓ શરૂ
વડાપ્રધાન ભાજપનાં નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે
ભાજપ દ્વારા 26 બેઠકો કબ્જે કરવાનાં દ્રઢ નિર્ણય બેઠકો શરૂ
વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો આજે વડાપ્રધાન પણ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે મુખ્યમંત્રી, તેમજ પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપનાં નેતાઓ સાથે બેઠક કરી શકે છે.
ભાજપે લોકસભાની જવાબદારીઓ સોંપી
આ વખતે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેવાનાં દ્રઢ નિર્ણય સાથે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. તો બીજી તરફ ભાજપે લોકસભાની ત્રણ બેઠક દીઠ કલસ્ટર બનાવીને ત્રણ પૂર્વ મંત્રી- આઠ નેતાઓનો જવાબદારી પણ સોંપી દીધી છે.
વાઇબ્રન્ટ સમિટના એક દિવસ પહેલા જ ગુજરાત આવશે PM મોદી, દિગ્ગજ નેતાઓ સાથે આ મુદ્દે કરી શકે છે ચર્ચા
ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈ ક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયા : મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલ : ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીન : આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજા : વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યા : સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુ : જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય) : કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ