PM મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલામાં પુરાયા પ્રાણ, નેત્ર પરથી પાટા ઉતારવામાં આવ્યા
PM મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલામાં પુરાયા પ્રાણ : અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકેન્ડના મુહૂર્તમાં PM મોદીએ કરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
Ayodhya Ram Mandir : રામલલાની 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો આજે અંત આવ્યો છે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે.
PM મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલામાં પુરાયા પ્રાણ : આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે 84 સેકેન્ડનું મુહૂર્ત હતું. શુભ મુહૂર્તનો આ સમયગાળો માત્ર 84 સેકેન્ડનો જ હતો. 12 વાગીને 29 મિનિટ 8 સેકેન્ડથી અને 12 વાગીને 30 મિનિટ 32 સેકેન્ડ સુધીના આ મુહૂર્તમાં PM મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.
PM મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલામાં પુરાયા પ્રાણ : 500 વર્ષની પ્રતિક્ષાનો આજે અંત, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે 84 સેકેન્ડનું મુહૂર્ત હતું
84 સેકેન્ડના મુહૂર્તમાં PM મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહનો પડદો બંધ રહ્યો હતો. રામલલાની મૂર્તિની આંખ પરથી પાટો હટાવ્યા પછી મૂર્તિને અરીસો બતાવવામાં આવ્યો હતો જેથી ભગવાન પોતે પ્રથમ તેમનો ચહેરો જોઈ શકે.
PM મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલામાં પુરાયા પ્રાણ : આવતા મહિને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા, શહેરના મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’થી શણગારવામાં આવ્યો છે. આ સાથે જ અયોધ્યાના રામ પથ અને અન્ય મુખ્ય માર્ગો પર સ્થિત દુકાનોના શટરને હિન્દુ પ્રતીકોની કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે. આ કલાકૃતિઓમાં મંદિરના આકારની સાથે જય શ્રી રામના નારા અને સ્વસ્તિક પ્રતીકોનો સમાવેશ થાય છે.
રામનગરી અયોધ્યામાં સતત રામધુનથી ગુંજી રહી છે. બીજી બાજુ દેશ જ નહીં વિદેશોમાં ભજન-કીર્તન અને પૂજા થઈ રહી છે. કેમ કે આજે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેશ-વિદેશના અનેક અતિથી અયોધ્યા પહોંચ્યા હતા. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે.
આજે સવારે સમારોહની શરૂઆત મંગળ ધ્વનિ સાથે થઈ હતી.વિવિધ રાજ્યોથી 50થી વધારે વાદ્યયંત્ર સવારે 10 વાગ્યાથી તેમની કૃતિઓ રજુ કરવામાં આવી હતી. પ્રાણપ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરશે.. કુબેર ટીલા જઇને ભગવાન શિવનું પૂજન કરશે. સાંદે દીપ પ્રગટાવીને દેશભરમાં ફરી દીવાળી ઊજવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:05 થી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધી હતો. આ પછી તે પૂજા સ્થળથી નીકળીને બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ અહીં બપોરે 2 વાગ્યા સુધી રોકાશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી લગભગ 2.10 વાગ્યે કુબેલ ટીલા પહોંચશે અને દર્શન કરશે. આ પછી તેઓ બપોરે 2.25 વાગ્યે હેલિપેડ માટે રવાના થશે. ત્યારબાદ તેઓ 2.40 વાગ્યે હેલિપેડથી એરપોર્ટ માટે રવાના થશે. તેઓ બપોરે 3.05 કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ રીતે પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા પાંચ કલાક રોકાશે.