News Update :ભાભરમાં કોઈ સ્ટોપેજ ના મળતા લોકોને અન્ય સેન્ટર પરથી રેલ્વે ટ્રેનોની મુસાફરી કરવી પડતી હોય છે
News Update :ભાભર તાલુકા મથક છે તેમજ ભાભર સુઈગામ, વાવ, થરાદ, વચ્ચે ભાભર રેલ્વે સ્ટેશન છે ત્યારે ભાભરએ વિકસિત તાલુકો છે ભાભર તાલુકા શહેર સુઈગામ તાલુકા વાવ તાલુકાના વિસ્તારોના લોકો બોમ્બે, સુરત, અમદાવાદ, કચ્છ, રાજસ્થાન અવાર જવારા હોઈ રેલ્વે મુસાફરી કરવી પડતી હોય છે. ત્યારે ભાભરમાં રેલ્વે સ્ટેશન હોવા છતાં ભાભરમાંથી પ્રસાર થતી મોટા ભાગની ટ્રેનોનું ભાભરમાં કોઈ સ્ટોપેજ ના મળતા લોકોને અન્ય સેન્ટર પરથી કંઈ રેલ્વે ટ્રેનોની મુસાફરી કરવી પડતી હોય છે.
જેને લઈ લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે નગરજનો, સેવાકીય, સંસ્થાઓ દ્વારા સાંસદ સભ્ય પરબત ભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો તેમજ રેલ્વે વિભાગને વારંવાર લેખીતમાં તેમજ ઈમેલ દ્વારા રજુઆત કરવા છતાં આજ દિન સુધી ભાભરને રેલ્વે સ્ટોપેજના મળતા ભાભરના તેમજ તાલુકાના લોકો દ્વારા ભાભર મામલતદાર તેમજ રેલ્વે સ્ટેશન માસ્તરને અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચાર તારીખ સુધીમાં જો ભાભરને રેલવે સ્ટોપ બાબતે ન્યાય નહીં મળે તો પાંચ તારીખે ભાભર તેમજ ભાભર તાલુકા તેમજ અન્ય તાલુકાના લોકો દ્વારા રેલ રોકો આંદોલન લોકો દ્વારા કરવામાં આવશે જે ને ચાર દિવસ બાકી હોઈ રેલ રોકો આંદોલનને વેગ મળી રહ્યો છે અને ભાભરમાં મુખ્ય બજારમાં તેમજ અનેક વિસ્તારોમાં રેલ્વે રોકો આંદોલનના બોર્ડ પણ લગાવવામાં આવી રહા છે આંદોલન ને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે.