News Update :દ્વારકામાં ગોમતી નદીના સામેનાં કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો હતો
News Update :દ્વારકામાં ગોમતી નદીના સામેનાં કાંઠે કેટલાક લોકો ફસાયા હોવાનો બનાવ બન્યો હતો. નદીમાં અચાનક પાણી વધી જતા પંચકૂઈ વિસ્તારમાં 40 લોકો ફસાયા છે. ગોમતી નદીમાંથી જીવનાં જોખમે બીજા કાંઠે જતા લોકો જોવા મળ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી હતી. દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક ખુબ જ વધી જતાં નદીનું પાણી વધતા સામે કાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું. અવાર – નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થઈ સામે કાંઠે જતાં હોય છે. ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે.