News Update :પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર ને કારણે દેશભરમાં લોકોમાં રોષ છે
News Update :પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર ને કારણે દેશભરમાં લોકોમાં રોષ છે. મહિલાઓ પર થયેલા અમાનુષ્ય અત્યાચારનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પણ આ મુદ્દે વલસાડના આઝાદચોકમાં એક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરતા પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં સંદેશખાલીની મહિલાઓને ન્યાય મળે તે હેતુથી દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આજે વલસાડમાં યોજાયેલા ભાજપના આ વિરોધ પ્રદર્શનમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો. અને સંદેશખાલીની પરિણીત મહિલાઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી. અને સ્થાનિક લોકો અને મહિલાઓ પર અત્યાચાર કરનાર આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.