News Update :ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે, 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા જેમાંથી 15 લોકોના મોત થયા છે
News Update :ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા જેમાંથી 15 લોકોના મોત થયા છે.રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં 630 કેસ નોંધાયા છે. જ્યારે S1N1ના 4 કેસો નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી 15 લોકોના મૃત્યુ થયા છે. તેમજ રાજ્યમાં હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 322 કેસ નોંધાયા છે. 135માંથી 59 દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની OPD પણ વાઈરલ ઈન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના દર્દીઓથી ઉભરાઈ રહી છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના પાંચ અને બે કોવિડ પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક 40 વર્ષનો પુરુષ અને બીજી 75 વર્ષની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બંને દર્દીને ઓકસીજન હેઠળ રાખવામાં આવ્યા છે. આ સિવાય સોલા સિવિલમાં ગત અઠવાડિયા દરમિયાન 10 હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાઈરલ ઈન્ફેક્શનના 1573 જેટલા કેસ નોંધાયા છે.