News Update :સાંબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે
News Update :એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જેમાં ગુજરાતમાં 26 બેઠકો પર સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. હજું આજે સવારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી ત્યારે હવે સાંબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં રાજકરાણમાં ગરમાવો આવ્યો છે. આજે સવારે વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી, ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી હતી. જો કે આજે બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભીખાજી ઠાકોરે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે.