News Update :નડિયાદ ટાઉન તથા વસો પોલીસે જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
News Update :નડિયાદ ટાઉન તથા વસો પોલીસે જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડી તેમની અંગજડતી તથા દાવ પરની રકમ મળી કુલ રૂ.૧૭,૫૫૦ની રોકડ તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા.

નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. ત્યારે જવાહર નગર ડબ્બા વાસ ફાટક પાસે એક ઇસમ ખુલ્લામાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો. જ્યાં પોલીસે દરોડો પાડી કલ્પેશભાઈ બાબુભાઈ તળપદાને ઝડપી પાડી તેમની અંગજડતીમાંથી રૂ.૧૦૫૦ રોકડ તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા.
ઉપરાંત વસો જુના કબ્રસ્તાન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં વસો પોલીસે રેઇડ પાડી વસીમભાઇ મુનાવરબેગ મીર્ઝા, માહીરબેગ હીદાયતબેગ મીર્ઝા, મહેશભાઈ ડાહ્યાભાઇ પરમાર, ઉદાભાઇ ગેમાભાઇ ચુનારા, સોમાભાઇ ગોતાભાઇ પરમાર, સૈફઅલી ઐયુબખાન પઠાણને ઝડપી પાડયા હતા.
પકડાયેલા છ શખ્સોની અંગજડતીમાંથી મળેલા રૂ.૧૫,૩૦૦ તથા દાવપરથી રૂ.૧,૨૦૦ મળી કુલ રૂ.૧૬,૫૦૦ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન તથા વસો પોલીસે ૭ ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.