News Update :યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ પણ ધાર્મિક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે
News Update :ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે થયેલા વિવાદ સામે યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ પણ ધાર્મિક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, આ કેસમાં હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી. જોકે કોર્ટે સુઓમોટો લેવા ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે. જ્યારે કુલપતી નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકાય. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કેમ્સપમાં ધાર્મિક પ્રવૃત્તિઓને લઈને એબીવીપી દ્વારા વાઈસ ચાન્સેલરને આવેદન પત્ર આપવામં આવ્યુ હતું. ત્યારે ABVP ના આવેદન પત્ર સામે વાઇસ ચાન્સલરે જણાવ્યું કે, ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાઈ છે ત્યાં પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યુરિટીમા અમને ખોટ દેખાઈ છે તેમાં અમે વધારો કર્યો છે. NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે. પરંતું ફાયર સેફટીના અભાવે તેમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી.
બે દિવસ પહેલા જ અમને ફાયર NOC મળી છે. હવે વિદેશી વિદ્યાર્થીઓને ત્યાં જગ્યા આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓની સિક્યુરિટી માટે એક્સ આર્મીમેનને મુકવામાં આવશે. નવા હોસ્ટેલને એલોટમેન્ટ કરવા પહેલા વિઝીટર્સને નો એન્ટ્રી માટેની ચર્ચા કરવામાં આવી છે. અમે એક કમિટી બનાવી છે જે લોકો વિડિઓઝ વાયરલ થયા છે તેની તપાસ કરશે. તેઓ રિપોર્ટ આપશે કે હુમલાખોરો યુનિવર્સિટીના છે કે બહારના છે.