News Update :પડાલ ખાતે ગતરોજ ધર આગળ રસ્તા ઉપરથી ન જવા બાબતે ઠપકો આપતા થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું
News Update :ગળતેશ્વર તાલુકાના પડાલ ખાતે ગતરોજ ધર આગળ રસ્તા ઉપરથી ન જવા બાબતે ઠપકો આપતા થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પડાલ ખાતે મલેક અને શેખ કોમના વ્યક્તિઓ સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો.

સેવાલિયા પોલીસ મથકે યાસીન મિયા અબ્દુલગની મિયા મલેક દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરતા સેવાલિયા પોલીસે ગફુરમીયા ઈબ્રાહીમ મિયા શેખ તથા સાદત ભાઈ મહંમદ ભાઈ શેખ સામે ફરિયાદ લખાવી હતી. યાસીન મિયા દ્વારા કુલ ૧૯ ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે .
સેવાલિયા પોલીસ દ્વારા બન્ને પક્ષે ફરિયાદ નોંધીને રાયોટિંગનો ગુનો દાખલ કરી બન્ને પક્ષે ફરિયાદ નોંધી હતી. યાસીન મિયા મલેકે ફરિયાદ જણાવ્યું કે બાજુના ફળિયામાં રહેતા ઝહીર ભાઈનો દીકરો રાજા આજથી પંદર દિવસ પહેલા અમારા ધર આગળથી આવતા અમે ઠપકો કર્યો હતો. જેથી ઝહિરભાઈ ગફુરભાઈ શેખ સાથે બોલાચાલી થતા મામલો બીચકયો હતો અને સામસામે આવી જતા ઝઘડાનું મોટું રૂપ ધારણ કર્યું હતું.