News Update :બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી દિવસમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે
News Update :આજથી બોર્ડની ધો. 10 તેમજ ધો. 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ આગામી દિવસમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા ચાર તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટસ તેમજ લો સહિતની વિવિધ પરીક્ષાઓ આગામી સમયમાં શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશન લેવલની સેમીસ્ટર 3 જ્યાર પીજી સેમેસ્ટર 3 નાં રિપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ એટલે કે 20 માર્ચથી શરૂ થશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ, આર્ટસ તેમજ સાયન્સની સ્નાતક કક્ષાની યુજી સેસેમ્ટર 5 તેમજ વિવિધ વિધાશાખાના પીજી સેમેસ્ટર-3, તેમજ LLB માં 1,3,5 સેમેસ્ટરના કુલ 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
યુનિવર્સિટી દ્વારા વિવિધ વિષયોનાં રેગ્યુલર તેમજ રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ચાર તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ તબક્કામાં રિપીટર વિદ્યાર્થીઓ માટે યુજી સેમેસ્ટર 5, પીજી સેમેસ્ટર-3, એલએલબી સેમેસ્ટર-1,3,5 ની પરીક્ષા 20 માર્ચથી શરૂ થશે.
બીજા તબક્કામાં 2 એપ્રિલથી રેગ્યુલર માટે યુજી સેમેસ્ટર-6, પીજી સેમેસ્ટર-4 ની પરીક્ષા યોજાશે.
ત્રીજા તબક્કાની શરૂઆત 16 એપ્રિલથી થશે.જેમાં રેગ્યુલર સેમેસ્ટર 4 ની પરીક્ષા યોજાશે.
ચોથા તબક્કાની શરૂઆત 25 એપ્રિલથી શરૂ થશે. જેમાં રેગ્યુલર માટે સેમેસ્ટર-2 ની પરીક્ષાઓ શરૂ થશે.