News Update :કોટડાસાંગાણીના માણેકવાડા પાસે ફિલ્મી ઢબે પીછો કરી એલસીબીએ દારૂની ૩૪૮ બોટલ ઝડપી લીધી હતી
News Update :કોટડાસાંગાણીના માણેકવાડા પાસે ફિલ્મી ઢબે પીછો કરી એલસીબીએ દારૂની ૩૪૮ બોટલ ઝડપી લીધી હતી જો કે મામેકવાડાનો શખ્સ વાહન રેઢું મૂકી નાસી છૂટયો હતો. જસદણમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૫૧ હજારનો દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે આરોપી ફરાર થઇ જતાં પોલીસે ૧૩૯ બોટલ, દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ આદરી છે.
એલસીબીની ટીમને બાતમી મળી હતી કે જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (રહે. માણેકવાડા, તા. કોટડાસાંગાણી)એ પોતાના ભોગવટાના પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે ભરી મોટામાંડવા ગામેથી માણેકવાડા ગામે આવનાર છે. જેથી એલસીબીએ વોચ ગોઠવી હતી. માણેકવાડા ગામે વાહન આવતા વાહન ચાલકને શંકા જતાં વાહન પાછી વાળી મોટામાંડવા ગામના કાચા રસ્તે ભગાડતા તેનો પીછો કરતાં વાહન ચાલક જીતેન્દ્રસિંહ વાહન રેઢું મૂકી નાશી ગયા હતાં.
પોલીસે આ વાહનમાંથી દારૂની ૩૪૮ બોટલ જેની કિંમત રૂ. ૧,૬૨,૨૪૦ અને પીકવાન મળી કુલ રૂ. ૩,૬૨,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. કોટડાસાંગાણી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.
જસદણ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જસદણમાં આરોપી કરણ પરમારે તેના ઘરમાં દારૂનો જથ્થો છૂપાવ્યો છે જેથી તેના ઘરે દરોડો પાડતા દાદરા નીચે માળિયામાં છુપાવેલ ૫૧૮૬૦ની કિંમતનો દારૂની ૧૩૯ બોટલો, ૪૪ ચપલા તથા દેશી દારૂનો જથ્થો મળી આવતાં આરોપી કરણ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધાયો. આ બનાવમાં જસદણ પીઆઇ તપન જાનીએ તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.