News Update :મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની સુજલામ સુફલામ્ કેનાલમાં બાળકી ડુબી જતાં ચકચાર મચી જવા પામી છે
News Update :મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની સુજલામ સુફલામ્ કેનાલમાં બાળકી ડુબી જતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાં પાંચમા ધોરણમાં ભણતી બાળકી પશુ ચરાવી ધરે પરત ફરતા આશરે પોણા ચારના સુમારે કેનાલમાં પાણી પીવા જતાં પગ લપસી જતાં બાળકી કેનાલમાં ઘરકાવ થઈ જતા કેનાલમાં બાળકી ડૂબતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ગઈ કાલે બપોરના આશરે પોણા ચારેક વાગે ઘટનાની જાણ થતા, ફાયર વિભાગ સહિત સ્થાનિક તરવૈયાઓ મોડી સાંજ સુધી બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો જો કે કોઈ સફળતા મળી નહોતી બાળકી કલ્પનાબેન ભીખાભાઈ નટ બાબલીયા ગામની વતની છે જેઓ હાલ વિરપુરના જમિયતપુરા પરીવાર સાથે રહેતા હોવાની માહિતી સામે આવી છે.
બાળકી બપોરના સમયે પશુ ચરાવી ધરે પરત ફરી રહી હતી તે દરમ્યાન કેનાલમાં પાણી પીવા જતાં બાળકીનો પગ લપસી જતાં બાળકી કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી જોકે સ્થાનિકો દ્વારા વિરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિરપુર પોલીસ સહિત ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર તેમજ ફાયર વિભાગ સહિતની ટીમો હાલ બાળકીને શોધખોળ શરૂ કરી દીધી છે. પણ સાંજ સુધી બાળકીનો કોઈ પત્તો ન મળતા પરીવારના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થીતી સર્જાઈ છે ત્યારે સમગ્ર પરિવાર રોકકળ કરી મુક્યો હતો ત્યારે હાલતો વિરપુર પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.