News Update :કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો……! | Breaking News 1

Spread the love

News Update :ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો વિવાદ વધ્યો છે, કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે

News Update :ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો વિવાદ વધ્યો છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવે 26 માર્ચ સુધી ચાર-ચાર બંડગી ગીત ગાઈ શકશે નહી. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી હતી. 26 માર્ચે આ અંગે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

News Update :લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો હતો. અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી. ત્યારે અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે. 

મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કર્યો હતો, પરંતુ અરજદાર ગીતના કોપીરાઈટ હોવાનુ પુરવાર નહોતા કરી શક્યા નહતા અને કિંજલ દવે એ કેસ જીતી ગઈ હતી. એ બાદ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને ત્યાં અરજી કરાતા કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *