News Update :સિનિયર સિટીઝન બહેનો રાજ્યકક્ષાની શુટીંગ બોલ ટુર્નામેન્ટનું આયોજન
News Update :રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે સિનિયર સિટીઝન બહેનોની રાજ્યકક્ષાની શૂટિંગ બોલની સ્પર્ધાનું આયોજન વી. એસ. પટેલ કોલેજ બીલીમોરા ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં વડોદરા સીટી, નવસારી, ડાંગ અને વલસાડ એમ કુલ ચાર જિલ્લાની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ફાઇનલ મેચ વડોદરા સીટી તથા વલસાડ જિલ્લાની ટીમો વચ્ચે રમવામાં આવી જેમાં વડોદરાની ટીમ વિજેતા બની હતી. તથા વલસાડની ટીમ રનર્સ અપ થઇ હતી. આ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી અલ્પેશ પટેલ અને તેમની ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદભાઈ પટેલ, ડો. ભાવેશ દેવતા, અને બીલીમોરા શહેરના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.