News Update :ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશની સીટ પરથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે
News Update :ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશની સીટ પરથી રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તાજેતરની ચૂંટણીમાં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. આથી, તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય રહેશે. રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરે હિમાચલ સીટ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે.

રાજ્યસભા સંસદીય બુલેટીનમાં કહેવાયું કે, “હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યોની પરિષદ (રાજ્યસભા) ના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં તેમની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું 4 માર્ચે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.”
જેપી નડ્ડાએ 57 રાજ્યસભા સાંસદોમાંથી એક છે જેમનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આ પછી તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદો રાજ્યસભામાં ચૂંટાયા છે. જેમાં પાર્ટી પ્રમુખ જે.પી.નડ્ડા, જસવંતસિંહ પરમાર, મયંક નાયક અને ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે.
જેપી નડ્ડાએ 41 ઉમેદવારોમાં સામેલ હતા જેમણે તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી. તેમને ગુજરાતમાંથી પાર્ટીના ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું હતું. ભાજપ અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર હશે જ્યારે ભાજપ જેપી નડ્ડાના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડશે.