News Update :ભારતમાં ફરવા માટે આવેલી સ્પેનની એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.
News Update :ભારતમાં ફરવા માટે આવેલી સ્પેનની એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. સ્પેનની આ મહિલા અને તેનો પતિ બન્ને બાઇક પર સવાર થઇને ઝારખંડના હંસદીહા વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીંયા તેઓએ એક ટેન્ટ બનાવીને રાત્રી રોકાણ કર્યું હતું. જે દરમિયાન અસામાજિક તત્વો આવ્યા હતા અને બન્ને સાથે મારપીટ કરી હતી. બાદમાં મહિલા પર ગેંગરેપ કર્યો હતો.

છથી સાત લોકોએ તેના પર રેપ ગુઝાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર આ ટુરિસ્ટ કપલ બાંગ્લાદેશથી દુમકા બાઇક પર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ બિહાર અને બાદમાં નેપાળ જવાના હતા. જોકે વચ્ચે રાત પડી જતા તેઓ તંબુમાં રોકાયા હતા. આ દરમિયાન છથી સાત લોકોએ તેના પર રેપ ગુઝાર્યો હતો. એટલુ જ નહીં મારપીટ પણ કરવામાં આવી હતી. હાલ પીડિત મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી
ઘટનાની જાણ થતા સ્થાનિક એસપી પિતાંબરસિંહ ખેરવાર સ્થળ પર પહોંચ્યા હતા, સાથે જ ફોરેન્સિક ટીમ પણ તપાસ કરી રહી છે. હાલ આ મામલામાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓને પકડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમને પણ રવાના કરવામાં આવી છે. બન્ને ટુરિસ્ટ કપલ પાકિસ્તાન થઇને બાંગ્લાદેશ અને બાદમાં ઝારખંડ આવ્યા હતા. બન્ને કુંજી ગામમાં ટેન્ટ લગાવીને સુતા હતા. જે સમયે આ ઘટના બની હતી. પતિ પત્ની બન્ને ઘાયલ થઇ ગયા હતા. જેમતેમ કરીને બાઇકની મદદથી તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.