News Update :અમદાવાદના કુબેરનગરમાં અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓમાંથી કીડીઓ નીકળી….!
News Update :અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળતા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે. ખાસ કરીને બ્રાન્ડેડ વસ્તુઓમાંથી પણ જીવાત સહિતની વસ્તુઓ નીકળતી હોવાની ફરિયાદ મળે છે ત્યારે શહેરના કુબેરનગર વિસ્તારમાંથી અમૂલના દૂધમાંથી કીડીઓ નીકળી હોવાનું સામે આવ્યું છે.
ફૂડ સેફટી ઓફિસરને તપાસ માટે મોકલ્યા
ફૂડ સેફટી ઓફિસરને તપાસ માટે મોકલ્યા અમુલ દૂધમાંથી કીડીઓ નીકળવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો.ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, આ બાબત અમારા ધ્યાને આવી છે. હાલમાં ફૂડ સેફટી ઓફિસરને તપાસ માટે મોકલ્યા છે.