Bhavnagar News :ભાવનગર પોલીસે મોતી તળાવ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લીધા હતા
Bhavnagar News :ભાવનગર પોલીસે મોતીતળાવ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રેલવે વર્કશોપ સામે મેઈન રોડ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે રેડ કરી ૬ ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં મહંમદભાઈ ડેરૈયા, ઇકબાલભાઈ લોહીયા, રફીકભાઈ તેલૈયા, અફઝલભાઈ ઢોલિયા, ઇકબાલભાઈ જાપાવાળા અને હાબીદભાઈ પાચા નામના ૬ ઈસમોને રૂપિયા ૧૪૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.