Ahmedabad News :અમદાવાદના સરખેજમાં ST બસમાં લાગી આગ હતી
Ahmedabad News :અમદાવાદના સરખેજમાં ST બસમાં લાગી આગ હતી. સરખેજ ઢાળ નજીક બસમાં અચાનક આગ ભભુકી હતી. આગની વિકરાળ જ્વાળાઓમાં ST બસ બળીને ખાક થઇ ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

આ આગનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળે ફાયર વિભાગ પહોંચ્યું હતું. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ વિભાગને પણ ઘટનાની જાણ કરાઈ.