Panchmahal News :પાવાગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ પણ રાજકીય પક્ષોના પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે
Panchmahal News :લોકસભાની ચૂંટણીની જાહેરાતના પાંચ દિવસ થઈ ચૂક્યા છે ત્યારે પાવાગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ પણ રાજકીય પક્ષોના પ્રકારના બોર્ડ જોવા મળી રહ્યા છે. પાવાગઢ ગ્રામ પંચાયત કચેરીના ભવનની દિવાલ ઉપર જ ભાજપના નિશાન નું કમળ ચિત્રેલુ જોવા મળી રહ્યું છે.
ગ્રામ પંચાયત ભવનની દિવાલ ઉપર ભાજપનું કમળ ચીતરેલું હોવા બાબતે પાવાગઢ ગ્રામ પંચાયતના તલાટી બાબુ વણઝારા સાથે વાત કરતા તેઓ પાંગડો બચાવ કરતા જોવા મળ્યા હતા. ગ્રામ પંચાયતની દીવાલ ઉપર કોઈ અજાણ્યા ઈસમો તેઓની જાણ બહાર કમળનું નિશાન દોરીને ચાલ્યા ગયા હોવાનું બહાનું બતાવ્યું હતું.