New Cricket Rule,Stop Clock Trial 1

Spread the love

New Cricket Rule આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે

ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે New Cricket Rule
આગામી 6 મહિના સુધી આ નિયમ અલગ-અલગ T20I સિરીઝમાં અજમાવવામાં આવશે

New Cricket Rule

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજથી ક્રિકેટના એક નવા નિયમની ટ્રાયલ શરુ થઇ જશે. આ નિયમને સ્ટોપ કલોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમ આવવાથી ઓવર સમાપ્ત થયા બાદ ફિલ્ડીંગ કરનાર ટીમ સમય વધુ બરબાદ કરી શકશે નહીં. આ નિયમ માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં લાગુ પડશે. ટેસ્ટ ક્રિકેટમાં આ નિયમ લાવવામાં આવ્યો નથી. આજથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શરુ થનારી T20 સિરીઝમાં પ્રથમ વખત આ નિયમને લાગુ કરવામાં આવશે.

New Cricket Rule

શું છે આ નવો નિયમ?

New Cricket Rule :આગામી 6 મહિના સુધી આ નિયમ અલગ-અલગ T20I સિરીઝમાં અજમાવવામાં આવશે. જો આનાથી રમત પર પ્રતિકૂળ અસર નહીં થાય અને ફાયદો થશે તો તેને T20I અને ODIમાં કાયમી કરી દેવામાં આવશે. આ નિયમ અંતર્ગત બોલિંગ કરનારી ટીમને એક ઓવર સમાપ્ત થયાના 60 સેકેંડની અંદર બીજી ઓવર ફેંકવા માટે તૈયાર રહેવું પડશે. એક ઓવર સમાપ્ત થયા બાદ તરત જ થર્ડ એમ્પાયરની ઘડિયાળ શરુ થઇ જશે. જે સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર પણ દેખાશે.

New Cricket Rule

બેટિંગ કરનારી ટીમને 5 રન વધુના મળશે

બોલિંગ કરનારી ટીમ જો 60 સેકેંડની અંદર બીજી ઓવર ફેંકવા તૈયાર નથી થતી તો એક ઈનિંગમાં આવું બીજી વાર કરવા પર કોઈ પ્રકારનો દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ જો આવું ત્રીજી વખત થાય છે તો બોલિંગ કરનાર ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવશે. એટલે કે બેટિંગ કરનારી ટીમને 5 રન વધુના મળશે.

New Cricket Rule

6 મહિના સુધી ચાલશે ટ્રાયલ

આ નિયમની સાથે અન્ય કેટલાક નિયમો પણ જોડાયેલા છે. જેમ કે જો બેટિંગ કરનારી ટીમ સમયનો બગાડ કરે છે, તો પછી જ્યારે તે બોલિંગ કરવા માટે બહાર આવે છે, ત્યારે વેડફાતો સમય તેને ઉપલબ્ધ કુલ સમયમાંથી બાદ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તેની પાસે 2 ઓવર વચ્ચે 60 સેકન્ડથી પણ ઓછો સમય બાકી રહેશે. 6 મહિનાના ટ્રાયલ પછી આ નિયમના ફાયદા અને ગેરફાયદાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવશે અને પછી તેને આગળ ચાલુ રાખવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

link 1

link 2


Spread the love
  • Related Posts

    Bihar News :બિહારના નેતાજીના ઘરેથી મળ્યો અઢળક ખજાનો……! | Breaking News 1

    Spread the love

    Spread the loveBihar News :રેતીના વેપારી અને RJD નેતા સુભાષ યાદવની ધરપકડ કરી Bihar News :તપાસ એજન્સી EDએ 8 કલાકના મેરેથોન દરોડા અને વિવિધ સ્થળોએથી 2 કરોડ રૂપિયાની રોકડ સાથે…


    Spread the love

    Jaunpur Accident News :ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | Breaking News 1

    Spread the love

    Spread the loveJaunpur Accident News :ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે Jaunpur Accident News…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *