Navsari News :વધુ એક દુષ્કર્મની શરમજનક ઘટના! નરાધમે ગર્ભવતી બનાવી કર્યો કાંડ, Breaking News 1

Spread the love

Navsari News :એક વર્ષ અગાઉ નવસારીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, રાજસ્થાન લઇ જઈ, ત્યાં તેના બાળકની હત્યા કરીને દફનાવી દેવાની ઘટનાના આરોપીને નવસારી ટાઉન પોલીસે રાજસ્થાનના સઉ પદમસીંગ ગામમાં હેર સેલૂનમાં દાઢી કરાવવાના બહાને હત્યારા આરોપીને દબોચી લીધો હતો. અગાઉ પોલીસે મુખ્ય આરોપીને પકડ્યો હતો, જયારે હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 

Navsari

નવસારી શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી સગીરાને એક વર્ષ અગાઉ શહેરના દરગાહ રોડ ખાતે સેલૂન ચલાવતા અને મુળ રાજસ્થાનના મોતીલાલ નિમ્બારામ નાઈએ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેને લગ્નની લાલચે ભોગવી ગર્ભવતી બનાવી હતી. સંસાર માંડવાના સપના સેવતી સગીરાને મોતીલાલ ભગાડીને રાજસ્થાન પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા જ મોતીલાલ સાથે તેના ભાઈ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો અને અન્ય બે આરોપીઓએ નવજાત બાળકને મારીને તેને કાપડની ગોદડી અને રૂમાલમાં વિટાળીને જમીનમાં દાટી દીધુ હતું. 

પોસ્કો, બળાત્કાર, અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો

સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસમાં સગીરાના પરિવારે ફરિયાદ આપતા પોલીસે આરોપી મોતીલાલ નાઈ સામે પોસ્કો, બળાત્કાર, અપહરણ અને હત્યાનો રાજસ્થાન જઈને દબોચી જેલના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં મોતીલાલને તેના ભાઈ ઓમપ્રકાશ અને અન્ય બે સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. જોકે મોતીલાલ પકડતા ઓમ પ્રકાશ ફરાર થઇ ગયો હતો અને પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. 

પોલીસે દાઢી કરાવવાના બહાને જઈ આરોપીને દબોચ્યો

દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ દરમિયાન નવસારી ટાઉન પોલીસને બાતમી મળી કે ઓમપ્રકાશ રાજસ્થાનના તેના ઘરથી 12 કિ.મી દૂર આવેલા સઉ પદમસીંગ ગામમાં હજામતની દુકાન ચલાવે છે. જેથી નવસારી ટાઉન પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી, સઉ પદમસીંગ ગામ મોટુ હોવા સાથે જ ગામમાં 10 જેટલા સેલૂન હતા, જેમાંથી હત્યારોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમોને શોધવો મુશ્કેલ હતો. જેથી પોલીસે બધી દુકાનમાં દાઢી કરાવવાના બહાને જઈ, તપાસ આરંભી હતી.

દરમિયાન ઓમ હેર આર્ટમાં દાઢી કરવા પહોંચેલી પોલીસે દાઢી કરાવતા વાત વાતમાં દાઢી કરવા વાળો હજામ જ હત્યારોપી ઓમો હોવાની ખબર પડતા તરત જ તેને દબોચી નવસારી લઇ આવી હતી. પોલીસે 38 વર્ષીય આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નાઈની ધરપકડ કરી હતી. જયારે ગુનામાં સહયોગ આપનારા અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *