Mukhtar Ansari News :મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે
Mukhtar Ansari News :ઉત્તરપ્રદેશની બાંદા જેલથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી છે. મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ તરફ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પહેલા મુખ્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. 21 માર્ચે જ્યારે મુખ્તાર અંસારી બારાબંકીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે, 19 માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. જેના કારણે મારી તબિયત લથડી હતી. મને લાગે છે કે, મને ગૂંગળામણમાં થઈ રહી છે. કૃપા કરીને ડોકટરોની એક ટીમ બનાવો અને મારી યોગ્ય સારવાર કરાવો. 40 દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી. ત્યારે તેમની તબિયત ફરી એક વખત બગડી છે અને તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ તરફ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.