દારૂબંધીમાં છૂટ મામલે ‘કોઈ માણસ ક્રાઈમ કરીને પકડાશે તો એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીમાં દારૂ પીધો’, MLA ગેનીબેન ઠાકોર રાજ્ય સરકાર પર ભડક્યા
આબુના બદલે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા મળશેઃ ગેનીબેન ઠાકોર
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ મામલે સરકાર આપેલી છૂટછાટનો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યો વિરોધ
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય છે, સરકારે ગુજરાતને કલંક લગાડવા નિર્ણય લીધો છે
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મુદ્દો
કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરનું નિવેદન ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય: ગેનીબેન ઠાકોર.
“સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી”
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)ખાતે વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને MLA ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો ગિફ્ટ સિટીનું નામ આવશે.
દારૂબંધીમાં છૂટ મામલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી તે નિંદનિય છે. કોઇપણ માણસ ક્રાઈમ કરશે, કોઈને નુકસાન કરશે, દારુ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે કે અમે ગિફ્ટી સિટીમાં દારૂ પીધો છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યમાં જવું પડતું હતું જેના બદલે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે. દારૂ મામલે સરકારનો આ નિર્ણય યોગ્ય નહીં.
દારૂબંધીમાં છૂટ મામલે : ગુજરાતની વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમછેલ થઈ જશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
ઈન્ટરનેશનલ ટ્રેડ અને ફાઈનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ આપવાના હેતુથી ‘ડાઈન વિથ વાઈન’ની છૂટ અપાઈ છે. જોકે, લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકાશે. જોકે, હોટેલ, રેસ્ટોરાં અને ક્લબોને દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે.