Marriage Fraud :નવસારીના જલાલપોરમાં પરણવા બેઠેલી દુલ્હનને ત્યારે તગડો ઝટકો લાગ્યો કે જ્યારે તેનો થનારો વર માંડવામાં ફરક્યો જ નહીં
Marriage Fraud :નવસારીના જલાલપોરમાં લગ્ન ફ્રોડની મોટી ઘટના બની છે જેનાથી યુવાન-યુવતીઓએ ચેતી જવાની જરુર છે. જરા વિચારો કે કોઈ છોકરી સજી ધજીને પરણવા બેઠી હોય અને તેનો થનારો દુલ્હો ફરકે જ નહીં ત્યારે શું હાલત થાય. નવસારીના જલાલપોરમાં આવી એક ઘટના બની છે.

જલાલપોરમાં પરિવારની સંમતિથી 23 જાન્યુઆરી 2023ના એક યુગલના લગ્ન નક્કી થયાં હતા. દુલ્હન પણ સજીધજીને માયરામાં આવી હતી અને બધા વરની રાહ જોઈ રહ્યાં હતા પરંતુ ખરે ટાણે વર ફસકી પડ્યો અને માયરામાં ફરક્યો જ નહીં. આ પછી માયરામાં હોહા મચી હતી અને દુલ્હન પક્ષમાં સોપો પડી ગયો હતો.
Marriage Fraud :યુવતીએ નોંધાવી ફરિયાદ
વરરાજા ન આવ્યુંનું જાણીને મંગેતર સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને થનારા દુલ્હા સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ તેની ફરિયાદમાં રેપનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેના થનારા પતિએ તેની સાથે માત્રને માત્ર શરીરસુખ માણવા જ લગ્નનું નાટક કર્યું હતું અને ખરે ટાણે ફસકી ગયો. મંગેતર યુવતીએ તેની ફરિયાદમાં સ્પસ્ટ કહ્યું કે આરોપીએ તેની પર રેપ કર્યો હતો.
યુવકના માતા-પિતા,ભાઈ-ભાભી સામે વિશ્વાસઘાતની ફરિયાદ
યુવતીએ તેની ફરિયાદમાં યુવાન, તેના માતાપિતા અને ભાઈ-ભાભીને આરોપી બનાવ્યાં છે અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી છે.
કેમ ભાગ્યો દુલ્હો
આ ઘટના હવસ સંતોષવાની છે. યુવાન યુવતી સાથે ખાલી શરીરસુખ માણવા માટે જ સંબંધ બાંધ્યો હતો પરિવારને સારુ સારુ કહ્યું અને લગ્નના દિવસે જ ફરાર થઈ ગયો. આ પરથી લાગે છે કે યુવાને ખાલી શરીરસુખ માણવા જ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. લગ્નની લાલચે સેક્સ રેપની જ ઘટના ગણાય.