Mangrol News :માંગરોળ દરિયામાં માછીમારી કરવા ગયેલ બોટનાં ખલાસી પાણીમાં પડી તેમનું જતા મુત્યુ થયું હતું
Mangrol News :માંગરોળ દરિયામાં માછીમારી કરવા ગયેલ બોટનાં ખલાસી પાણીમાં પડી તેમનું જતા મુત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ માંગરોળ બંદરના બોટ માલિક ચંદ્રકાંત નારણ ભદ્રેચાની બોટ નં.IND GJ11 MM 23 પ્રતિક્ષા નામની થોડા દિવસ પહેલા દરિયામાં માછીમારી કરવા તારીખ ૨૮-૨-૨૦૨૪ ના રોજ માંગરોળ બંદર પરથી દરિયામાં માછીમારી કરવા ગયા હતા.
જેમાં આ બોટમાં આઠ જેટલા ખલાસી માછીમારી કરવા ગયા હતા જે પરત માંગરોળ નજીક આવતા ખલાસીઓ દ્વારા ઝાર ઉપાડવા જતા એક ખલાસી ગણપત તુલજી વધાણે પાલઘર ફિશીંગ કરવા ગયા હતા ગત રાત્રીના આઠ વાગ્યાના આસપાસ ઝાર ઉપાડવા જતા પગ લપસી જતાં દરિયામાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું. બોટના બીજા ખલાસીઓ દ્વારા મુતકને પાણીમાંથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.માટે લઇ આવવામાં આવ્યા હતા.