Mamata banerjee News :હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે સાંજે લગભગ 7.30 વાગ્યે માહિતી મળી હતી કે મુખ્યમંત્રી પડી ગયા છે
Mamata banerjee News :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને SSKM હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે સાંજે લગભગ 7.30 વાગ્યે માહિતી મળી હતી કે મુખ્યમંત્રી પડી ગયા છે. તેમને માથામાં ઈજા થઈ છે. કપાળ અને નાક પર ઈજા છે. તેમને ખૂબ લોહી વહી રહ્યું હતું. અમારી સંસ્થાના HOD ન્યુરોસર્જરી, HOD મેડિસિન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
કપાળ પર ત્રણ ટાંકા અને નાક પર એક ટાંકો મૂકવામાં આવ્યો છે. તેમનું ECG અને CT સ્કેન પણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે તેમને હોસ્પિટલમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેમણે ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સીએમ ઘરે જ રહેશે દેખરેખ હેઠળ, ડોકટરોની ટીમ તેમની સંભાળ લેશે.
બંદ્યોપાધ્યાયે ખુલાસો કર્યો હતો કે તેમને પાછળથી કોઈએ ધક્કો માર્યો હતો. સીએમની ભાભી કજરી બેનરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે એવું સાંભળ્યું છે કે તેમને પાછળથી ધક્કો મારવામાં આવ્યો હતો. પરંતુ કોણે આ હરકત કરી તે હજુ સુધી જાહેર થઇ શક્યું નથી. ધક્કો જાણી જોઈને માર્યો કે પછી ઈરાદાપૂર્વક? હવે આ મામલે ષડયંત્રની ચર્ચાઓ થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે TMC સમર્થકોએ મમતા બેનરજીને NSG સુરક્ષા આપવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તેમને બંગાળ પોલીસ પર વિશ્વાસ નથી. હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ મુખ્યમંત્રી મમતા બેનરજી તેમના ઘરે જ ઈજાગ્રસ્ત થયા હતા. કેમ્પસમાં ચાલતી વખતે પડી જતાં તે ગંભીર રીતે ઘવાયા હતા. તેમને SSKM હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી.