Mahisagar News :સંતરામપુરમાં ST બસ, બાઇક અને એક્ટિવા સહીત તુફાન કાર સાથે અકસ્માત સર્જાયો હતો
Mahisagar News :રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા બધા લોકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મહિસાગર જિલ્લામાં સામે આવી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ટ્રીપલ અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. સંતરામપુરમાં ST બસ, બાઇક અને એક્ટિવા સહીત તુફાન કાર સાથે અકસ્માત સર્જાયો હતો. સંતરામપુર બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.
ST બસે બાઈક ચાલક સાહિત અન્ય લોકોને અડફેટે લેતાં બાઈક પર સવાર પતિ પત્નીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. સંતરામપુરમાં રહેતા મોહન પુંજાભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ નામના દંપતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેથી પરિવારમાં શોક વ્યાપ્યો છે. અકસ્માત સર્જાતા સ્થાનીક લોકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં સગવાડિયા ટીમલા ગામનાં રહેવાસી અન્ય 2 લોકોને પણ ઈજાઓ પહોંચી હતી.
બાબુભાઈ ડામોર અને તેમની નાની દીકરી હારવીબેન ડામોરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા સંતરામપુરના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડા તથા સંતરામપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવ વિશે તપાસ હાથ ધરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.