Mahashivratri 2024 :મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે
Mahashivratri 2024 :મહાશિવરાત્રીના પાવન પર્વને લઇ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ધર્મોત્સવનું આયોજન કરાયું છે. 42 કલાકના ધર્મોત્સવમાં શ્રદ્ધાળુઓની સગવડોનું ધ્યાન રખાયું છે. મહાશિવરાત્રીને લઇ ચાર પ્રહરની મહાપૂજા સાથે મહાઆરતી કરવામાં આવશે. ધ્વજા અને પાલખી પૂજા બાદ પાલખીયાત્રા નિકળશે. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર તેમજ શ્રદ્ધાળુઓ માટે બિલ્વપૂજાનું આયોજન કરાયું છે.
મહાશિવરાત્રીનાં દિવસે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવને અલગ અલગ શૃંગાર કરવામાં આવશે.
મહાશિવરાત્રિને લઈ વહેલી સવારથી 4 વાગ્યાથી મહાદેવનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. ત્યારે સવારે 6 વાગ્યે મહાપૂજાનો પ્રારંભ થયો હતો. તેમજ સાત વાગ્યે પ્રાતઃ આરતી થઈ હતી. જે બાદ સવારે 8 વાગ્યાથી સતત સોમેશ્વર મહાપૂજાનો પ્રારંભ થયો હતો. તેમજ સવારે 7.30 થી બપોરે 1.30 વાગ્યા સુધી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ થશે. તેમજ સવરે 8.30 વાગ્યે નૂતન ધ્વજારોહણ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. તેમજ સવારે 9 વાગ્યે શિવજીની પાલખી યાત્રા યોજાશે.
મહાશિવરાત્રી પર્વને લઈ સોમનાથ મંદિર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બાબતે જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને નેજા હેટળ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ 1 પીઆઈ, 3 પીએસઆઈ, 1 એસઆરપી પ્લાટુન, 150 પોલીસ જવાન, 5 બોર્ડીવોર્ન કેમારે સાથે જવાનો અલગ અલગ શિફ્ટ મુજબ ફરજ બજાવશે. તેમજ 2 ઘોડે સવાર પોલીસ જવાનો તેમજ એક ડોગ સ્કોર્ડ બાજ નજર રાખશે. તેમજ 42 સીસીટીવી કેમેરાઓ દ્વારા તમામ ગતિવિધિ પર બાજ નજર રાખશે.