Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણી ના પગલે તેમજ તાલુકાના સંગઠન ના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી
Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણી ના પગલે તેમજ તાલુકાના સંગઠન ના નવા પ્રમુખ દિલીપભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.

તે અંગે સ્નેહમિલન કાર્યક્રમ ડભોઇ પટેલ વાડી ખાતે બપોરના સમયે રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પુર્વ પ્રમુખ તેમજ ડભોઇના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ,પુર્વ રેલ્વે રાજ્ય મંત્રી તેમજ રાજયસભા ના સાંસદ નારણભાઈ રાઠવા, તથા સુખરામભાઈ રાઠવા અને નવા વરાયેલા વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢીયાર ની ઉપસ્થિતિ મા ડભોઇ તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ નો સ્નેહમિલન તેમજ સંગઠન અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં પૂર્વ રાજ્યમંત્રી નાનભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી આવતી હોય કોંગ્રેસ પક્ષના સૈનિકો ચૂંટણી જંગના મેદાન માટે તૈયાર થઈ સંગઠનને મજબૂત બનાવું. જ્યારે કે ડભોઇના પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકાના પ્રમુખ ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે સમગ્ર જિલ્લા સહિત ડભોઇ તાલુકા વિસ્તારમાં સંગઠન મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કામે લાગી જવા કોંગ્રેસના સૈનિકોને કહ્યું હતુ. યોજાયેલા કાર્યક્રમમાં
ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિલીપભાઈ પટેલ તથા ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિ ના તમામ હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવારશ્રીઓ,તાલુકા પંચાયતના જીતેલા હારેલા ઉમેદવારશ્રીઓ,નગરપાલિકા ના કોર્પોરેટશ્રીઓ,નગરપાલિકા ના ઉમેદવારશ્રીઓ,કોંગ્રેસ સમિતિના OBC,SC,ST, માઇનોરીટી સેલ ના તમામ હોદ્દેદારશ્રીઓ,મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ,યુવા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ભાઈઓ અને બહેનો તથા વડીલો કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો,કાર્યકરો મોટી સંખ્યામાં મીટિંગ મા ઉપસ્થિત રહ્યા હતા.