Loksabha Election 2024 :ભાંગશે તો ભરૂચ સાથે ભાવનગર પણ… લોકસભા ચુંટણીમાં આપના ખેલ સામે કોંગ્રેસ રમશે જુગટું ? Breaking News 1

Spread the love

Loksabha Election 2024 :લોકસભા ચુંટણી 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે,કોંગ્રેસ હજુ પણ અસમાંજસમાં છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠ બંધન કરવું કે નહીં ?

Loksabha Election 2024 :લોકસભા ચુંટણી 2024ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે,કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠ બંધન કરવું કે નહીં ? જો કે વિધાનસભા ચુંટણીમાં પંજાબ અને હરિયાણામાં સંભવત આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ના જોડાય તેવું બને પરંતુ વિધાનસભા ચુંટણીમાં 2022 માં જે ફટકો કોંગ્રેસને,આમ પાર્ટીથી પડ્યો તેનાથી કોંગ્રેસ મૂર્છિત થઈ ગઈ હતી. હવે ગઠ બંધનના એલાન પૂર્વે જ આમ આદમી પાર્ટીએ ભાવનગર અને ભરૂચ લોકસભા છૂટણીના ઉમેદવારની ઘોષણા કરી દીધી છે, ત્યારે સવાલ એ થાય છે કે શું કોંગ્રેસ અહીં ઉમેદવાર ઊભા નહીં રાખે ?

ભાવનગરએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો ગઢ કહેવાય છે તો સમય પક્ષે ભરૂચથી સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પણ કોંગ્રેસની ટિકિટ માટે દાવેદાર છે. ભારતીય જનતા પાર્ટીએ દેશની લોકસભા ચુંટણી 2024 માં મિશન 400 પારનું લક્ષ્ય સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હિન્દુત્વની એક નવી લહેર ઊભી કરવાની કોશિશ કરી છે. આ જ કડીમાં હવે મથુરાની કૃષ્ણ ભૂમિ છે. હિન્દુત્વની લહેર પર સવાર થઈને મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ માટે આત્મ વિશ્વાસથી ભરપૂર છે અને પાર્ટીનો દરેક કાર્યકર ‘અબ કી બાર 400 કે પાર’નો નારો લગાવી રહ્યો છે.

Loksabha

રામ મંદિર નિર્માણ સંકલ્પ અને ત્યાર બાદ રામ મૂર્તિની સ્થાપના બાદ, મોદીએ નવું સૂત્ર વહેતું મૂક્યું. ‘મોદીની ગેરંટી’ અને આ ગેરંટી પર ભાજપ ગુજરાતમાં ફરી 26 એ 26 બેઠકો જીતવાની હેટ્રીક માટે સંકલ્પ બદ્ધ છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે તો તમામ ધારાસભ્યોને 5 લાખની લીડથી જીતવાનો ગુરુમંત્ર કહેતા ‘કડવાણી’પીવરવી છે તેના કારણે કેટલાક ધારાસભ્યો ખુદ ચિંતામાં પડી ગયા છે.

આ તરફ ગુજરાતમાં લોકસભા ચુંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠ બંધનની શક્યતાઓ જોવાઈ રહી છે. પરંતુ ગઠ બંધન પર કોઈ નિર્ણય લેવાય તે પૂર્વે આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બંને લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેતાં, કોંગ્રેસની સમસ્યા વધુ ઘેરી બની છે. આપ પાર્ટીએ ભરૂચમાં પોતાની પાર્ટીના લડાયક આદિવાસી નેતા ચૈતર વસાવા અને ભાવનગરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી દીધી. જો કે કોંગ્રેસે પોતાની રણનીતિ માટે અગાઉ કહ્યું હતું કે, લોકસભા માટે પસંદગી પામેલા ઉમેદવારોને ફેબ્રુઆરીના અંત સુધીમાં વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવશે. પણ ગઠ બંધનની શક્યતાઓ વચ્ચે આપ પાર્ટીએ બહુ મોટી સોગથી મારી દીધી છે.

26 પૈકી ત્રણ બેઠક પર આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તેવી ચર્ચા થઈ રહી છે. દિલ્લીમાં મળેલી કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ. આમ આદમી પાર્ટીએ ગુજરાતની ભાવનગર, ભરૂચ અને દાહોદ બેઠકની માગ કર્યાની ચર્ચા છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સુરત, બારડોલી, ભરૂચ બેઠક આપવા માટે તૈયાર છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે ગઠબંધન અંગે કૉંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ અંતિમ નિર્ણય લેશે.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *