લોકસભાની ચૂંટણી પહેલા ખુશખબર! ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કારણ | Lok Sabha elections
Good news before the Lok Sabha elections! Petrol-diesel prices may decrease
Petrol Diesel Price Latest News: હાલમાં IOC, HPCL, BPCL જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરેક લિટર પેટ્રોલ પર 11 રૂપિયા અને ડીઝલના પ્રત્યેક લિટર પર 6 રૂપિયાનો નફો કમાઈ રહી છે.
Lok Sabha elections : દેશમાં લોકસભા ચૂંટણી પહેલા એક મોટા અને રાહતના સમાચાર મળી શકે
લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ રાહત મળી શકે
કાચા તેલની કિંમત ઘટી, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગઈ
Petrol Diesel Price : દેશમાં લોકસભા ચૂંટણી પહેલા એક મોટા અને રાહતના સમાચાર મળી શકે છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ રાહત મળી શકે છે. વાસ્તવમાં આ સમયે કાચા તેલની કિંમત ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગઈ છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર આ મોરચે જનતાને રાહત આપી શકે છે. જોકે હાલમાં IOC, HPCL, BPCL જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરેક લિટર પેટ્રોલ પર 11 રૂપિયા અને ડીઝલના પ્રત્યેક લિટર પર 6 રૂપિયાનો નફો કમાઈ રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો
Lok Sabha elections : ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ મંગળવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી કાચા તેલની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો કર્યો નથી. મતલબ કે હાલમાં તે કંપનીઓનું માર્કેટિંગ માર્જિન પેટ્રોલમાં 11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 6 રૂપિયા પ્રતિ લિટર છે. જોકે ફેબ્રુઆરી 2022માં જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો ત્યારે આ કંપનીઓને ભારે નુકસાન થયું હતું. પણ હવે એ નુકસાન કવર થઈ ગયું હશે.
મે 2022 થી કિંમતો સ્થિર
હાલમાં બેન્ચમાર્ક ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $80ની નીચે છે. હાલમાં લિબિયા અને નોર્વેમાં ક્રૂડનું ઉત્પાદન વધી રહ્યું છે. વેનેઝુએલા પાસેથી પણ ભારતને ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ મળવાનું છે. તેથી એવું માનવામાં આવે છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર નરમાઈ આવશે. નોંધનીય છે કે, સરકારે મે 2022માં આ ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી અને ત્યાં સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે આવી ગયા હતા. ત્યારથી આ બંને ઉત્પાદનોની કિંમતો સ્થિર છે.
ફરી એકવાર ભાવમાં ઘટાડો થવાની શક્યતા
હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ નરમ છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ ઘટીને $79.65 પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTI ક્રૂડની કિંમત ઘટીને $74.47 પ્રતિ બેરલ થઈ ગઈ છે. હાલમાં બજારમાં ક્રૂડનો પુરવઠો વધી રહ્યો છે.